Skip to main content

Geo Gujarat News

ભરૂચ: પાંચબત્તીમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ, ચોરીના ફોનમાં સિમ નાખતાં આરોપી પોલીસના સકંજામાં..

ભરૂચ શહેરના પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ચોરને ઝડપી પાડ્યો છે. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે મકાનમાંથી વીવો કંપનીના બે મોબાઇલ ફોન ચોરી થઈ જતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમે ચોરી થયેલા બંને મોબાઇલના IMEI નંબર CEIR પોર્ટલ પર અપલોડ કરી ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીએ ચોરી કરેલા એક મોબાઇલમાં પોતાના નામનું સિમકાર્ડ નાખતાં જ પોલીસના હાથે મહત્વની કડી લાગી હતી. CEIR પોર્ટલ પરથી આરોપીની ઓળખ અને સરનામું મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અજય કિશોરભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વીવો V20SE અને વીવો Y29 મોડેલના કુલ રૂ.15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન કબજે કર્યા છે. ચોરી બાદ પોતાના નામનું સિમકાર્ડ મોબાઇલમાં નાખવું આરોપીને ભારે પડ્યું અને ટેક્નોલોજીની મદદથી પોલીસ તેના સુધી પહોંચી ગઈ. આ કાર્યવાહીથી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ટેક્નિકલ સર્વેલન્સની અસરકારકતા સાબિત કરી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!