Skip to main content

Geo Gujarat News

વાગરા: ખંદાલી ગામ ખાતે જશ્ને ઈદ-એ-મિલાદુન-નબી ﷺ ની શાનદાર ઉજવણી, જુલુસ-એ-મોહમ્મદી નીકળ્યું

વાગરા તાલુકાનાં વસ્તી ખંડાલી ગામ ખાતે હુઝુર નબી-એ-કરીમ હઝરત મોહમ્મદ મુસ્તફાની યૌમ-એ-પૈદાઈશના મુબારક મૌકા પર જશ્ને ઈદ-એ-મિલાદુન-નબીની ખુશીમાં શાનદાર જુલુસ-એ-મોહમ્મદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગોને રોશની અને લીલા ઝંડાઓ વડે શણગારવામાં આવ્યા હતા. સવારથીગામમાંસરકાર કી આમદ મરહબાઅનેલબ્બૈક યા રસૂલ અલ્લાહ ﷺ” ના નારાઓથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.

આ જુલુસમાં ગામના વડીલો, નવજવાનો અને નાના બાળકો મોટી સંખ્યામાં જોશો ખરોશ સાથે જોડાયા હતા. જુલુસ ગામની મુખ્ય મસ્જિદથી શરૂ થઈને ગામના મુખ્ય રસ્તાઓ પર ફર્યું હતું. સમગ્ર જુલુસ દરમિયાન અમન, ભાઈચારા અને શાંતિનો પૈગામ આપવામાં આવ્યો હતો.

જુલુસનું સમાપન દુઆ અને સલાતો સલામ સાથે કરવામાં આવ્યું હતું અને તમામને તબર્રુક વહેંચવામાં આવ્યું હતું.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!