Skip to main content

Geo Gujarat News

ઈદ-એ-મિલાદુન્નબીના પવિત્ર મોકે આમોદમાં પધારેલા પીર-ઓ-મૂર્શિદ હઝરત અબુબકર શિબલી મિયાંના દીદાર માટે અકીદતમંદોનો બેશુમાર મજમો ઉમટ્યો

ઈદ-એ-મિલાદુન્નબીના પવિત્ર અને મુબારક અવસરે, ૧૨મી રબીઉલ અવ્વલની નૂરાની રાત્રે આમોદની મકબૂલ ધરતી પર આસ્થા અને અકીદતનો અદ્ભુત ઈલાહી માહોલ સર્જાયો હતો. બારગાહે આલમ-એ-ઇસ્લામના સૈયાદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્તાના કિછૌછા શરીફથી તશરીફ લાવેલા હઝરત સૈયદ અબુબકર શિબલી મિયાં અશરફીનું આમોદ ખાતે અત્યંત ભાવુક અને વ્હાલ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.હઝરત અશરફીના કદમ મુબારક પડતાં જ સમગ્ર આમોદ શરીફમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી. આમોદ દરબારના મુખ્ય ગેટ ખાતે બારગાહે અશરફીના અકીદતમંદોએ ગુલાબના ફૂલોની ન્યોછાવર કરીને અને ઈશ્કે રસૂલના નારાઓ સાથે હુઝૂર મિયાં હુઝૂરનું બાઅદબ સન્માન કર્યું હતું. પીર-ઓ-મૂર્શિદની એક ઝલક મેળવી રોહાનિયત અને બરકત હાસિલ કરવા મુરીદો અને અકીદતમંદોનો બેશુમાર મજમો ઉમટી પડ્યો હતો.

આ પવિત્ર ઈસ્તેકબાલનું મુખ્ય આકર્ષણ નવજવાનો દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય અને ઈમાન અફરોઝ બાઈક રેલી હતી. આમોદ દરબાર ગેટથી યુવાનોએ ‘નારા-એ-તકબીર’ અને ‘નારા-એ-રિસાલત’ના બુલંદ સદાઓ સાથે હઝરત અશરફીના કાફલા-એ-નૂરની આગેવાની કરી હતી.આ પવિત્ર ક્ષણે અત્યંત રુહાની દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં નાના-નાના માસુમ બાળકોએ અદબપૂર્વક આગળ વધીને હઝરતના પાક હાથોને બોસા આપી દસ્તે-મુબારકથી દુઆ-એ-ખેર હાસિલ કરી હતી. ઈદ-એ-મિલાદની આ નૂરાની રાત્રિએ આમોદના ખૂણે-ખૂણામાં મુહબ્બત, પરસ્પર ભાઈચારા અને ઇસ્લામી તહેઝીબનો એક મહાન પયગામ રોશન કર્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!