Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતમાં કરોડોનું કૌભાંડ, ૧.૧૬ કરોડની ઉચાપત બદલ સરપંચ મંજુલાબેન પટેલને ડીડીઓ યોગેશ કાપસેએ ફરી પદભ્રષ્ટ કર્યા!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની અતિ સંવેદનશીલ ગડખોલ ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ પ્રકરણમાં એક અત્યંત મોટો અને રાજકીય ધડાકો થયો છે. રૂ. ૧.૧૬ કરોડથી વધુની માતબર સરકારી રકમની કથિત ઉચાપત અને અનધિકૃત પેમેન્ટ કરવાના સંગીન આક્ષેપો બદલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ આકરો હુકમ કરીને સરપંચ મંજુલાબેન પટેલને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દૂર (બરતરફ) કરી દીધા છે. ડીડીઓના આ આકરા અને આદેશાત્મક નિર્ણયથી ગડખોલ સહિત સમગ્ર અંકલેશ્વર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો અને સન્નાટો વ્યાપી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચ મંજુલાબેન પટેલ અને તલાટી-કમ-મંત્રી સામે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) નો ગેરકાયદે દુરુપયોગ કરી કુલ ૪૪ પૈકી ૪૩ કામોના અનધિકૃત પેમેન્ટ બારોબાર સબડાવી દઈ રૂ. ૧.૧૬ કરોડથી વધુની ઉચાપત કરવા અંગે અગાઉ આકરી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ ડીડીઓ દ્વારા અગાઉ સરપંચને પદભ્રષ્ટ કરી ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપાયો હતો, જે નિર્ણય સામે સરપંચે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે, સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા અને તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉના બરતરફીના હુકમને આખરી મોહર મારીને કાયમ રાખ્યો છે અને ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ પુનઃ ડેપ્યુટી સરપંચને સોંપી દઈ ભ્રષ્ટ સત્તાધીશો સામે લાલ આંખ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!