Skip to main content

Geo Gujarat News

વાગરા: વહિયાલ ગામે દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો! વિદેશી દારૂ સાથે 1.56 લાખનો મુદ્દામાલ ઝડપાયો, એક ઝડપાયો તો એક વોન્ટેડ!

વહીયાલમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ! iPhone 16 Pro Max સહિત 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત: વાગરા તાલુકાના વહીયાલ ગામે વિદેશી દારૂની હેરાફેરીના ધંધા પર પોલીસે તવાઈ બોલાવી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે સમગ્ર પ્રકરણમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ 1,56,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, ઝડપાયેલ આરોપી ભાવિન શાંતિલાલ વસાવા, રહે. વહીયાલ, તા. વાગરા પાસેથી પરપ્રાંતની ભારતીય બનાવટની વિદેશી દારૂની PARTY SPECIAL તથા ROYAL BLUE MALT WHISKY બ્રાન્ડની 180 એમ.એલ.ની બોટલો તેમજ KINGFISHER STRONG PREMIUM BEERના 500 એમ.એલ.ના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1.56 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, એક વોન્ટેડ: કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતું બજાજ પ્લેટિના મોટરસાયકલ તેમજ મોંઘો iPhone 16 Pro Max મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત 1,56,100 જેટલી હોવાનું પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. આ કેસમાં દિપક ઠાકોર, રહે. ઉમજ, તા. કરજણ, જી. વડોદરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો. અને આ હેરાફેરીના નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે. તે અંગે વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!