Skip to main content

Geo Gujarat News

આમોદ પોલીસની લાલ આંખ: ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સને ૪ જિલ્લામાંથી ૨ વર્ષ માટે હદપાર કરાઈ

આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને આસપાસના જિલ્લાઓમાં ગૌવંશ કતલ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનાર ઈખર ગામના કુખ્યાત શખ્સ મુસ્તાક ઉર્ફે મુન્નો જાલુખા પઠાણ સામે આમોદ પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ શ્રી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા અને તેમની ટીમ દ્વારા જંબુસરના નાયબ કલેક્ટર ડો. એસ.એમ. ગાંગુલી સમક્ષ હદપારની દરખાસ્ત રજૂ કરાઈ હતી, જે મંજૂર થતાં આ કાર્યવાહી કરાઈ છે. આરોપી સામે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ૨ ગુનાઓ, તેમજ વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ મળી કુલ ૫ ગંભીર ગુનાઓ આ ઈસમ વિરુદ્ધ નોંધાયેલા છે. આ કુખ્યાત શખ્સની અસામાજિક અને ગુનાખોરી પ્રવૃત્તિઓ પર કબ્જો મેળવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અને આમોદ પોલીસ સ્ટેશનની ટીમે સક્રિયતા દાખવી આ આરોપીને ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત એમ કુલ ૪ જિલ્લાઓની હદમાંથી ૨ વર્ષ માટે તડીપાર (હદપાર) કરવાનો હુકમ કરી કાયદેસરની સચોટ કાર્યવાહી હાથ ધરી આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નાગરિકો માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે જો આ ગુનેગાર ઉપરોક્ત ચારમાંથી કોઈપણ જિલ્લામાં નજરે પડે, તો તુરંત જ આમોદ પોલીસનો સંપર્ક કરવો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!