Skip to main content

Geo Gujarat News

જંબુસર નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

જંબુસર: જંબુસર નગરપાલિકા હસ્તકના પમ્પિંગ સ્ટેશનમાંથી અંદાજે રૂ.80 હજારની કિંમતના 50 ફૂટ લાંબા કોપર વાયર ચોરીના ગુનાનો જંબુસર પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસે ચોરીના ગુનામાં કરશનસિંગ કીરપાલસિંગ સિકલીગર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પમ્પિંગ સ્ટેશનમાંથી ચોરી થયેલા કોપર વાયર સહિતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.જંબુસર પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સમક્ષ આરોપીએ પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે.આરોપીને જંબુસર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જંબુસર પોલીસની ઝડપી કામગીરીના પગલે પમ્પિંગ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!