Skip to main content

Geo Gujarat News

આમોદ તાલુકાના મછાસરા ગામે પીર-એ-તરીકત હઝરત સૈયદ મહંમદ અલી શાહના ૩૯મા વાર્ષિક સંદલ શરીફની ભવ્ય ઉજવણી

આમોદ તાલુકાના મછાસરા ગામે પીર-એ-તરીકત હઝરત સૈયદ મહંમદ અલી શાહ સાહેબ મિયાં દાતારી અશરફી (રહ.)ના ૩૯મા વાર્ષિક સંદલ શરીફ તથા અકીદતસભર ઉર્સ મુબારકની ભારે ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ૧૫મી રબીઉલ અવ્વલના પવિત્ર દિવસે યોજાયેલા આ મહોત્સવની શરૂઆત સૈયદ સઈદ બાવા અશરફીના નિવાસસ્થાનેથી સલાતો-સલામ અને ઝિક્ર-ઓ-અઝકાર સાથે નીકળેલા ભવ્ય અને શાંતિપૂર્ણ ઝુલુસથી થઈ હતી. આ વિશાળ ઝુલુસ મછાસરા ગામના માર્ગો પરથી પસાર થઈને આલમપીર દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું, જ્યાં સમગ્ર વાતાવરણ રૂહાની ઊર્જાથી ગુંજી ઉઠ્યું હતું.દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક પરંપરા મુજબ સૈયદ મકબૂલ બાવાના પવિત્ર હસ્તે સંદલ શરીફ, ચાદરપોશી, ગુલપોશી અને ફાતેહા ખ્વાનીની વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક મહાપર્વમાં સૈયદ સઈદ બાવા, સૈયદ મકબૂલ બાવા, સૈયદ અબ્દુલ અઝીઝ બાવા, સૈયદ લિયાકત અલી બાવા અને સૈયદ તજમ્બુલ બાવા સહિત દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી અકીદત વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે દેશમાં અમન, શાંતિ, કોમી એકતા અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વિશેષ દુઆ-એ-ખેર કરવામાં આવી હતી, જેણે આ પ્રસંગને કોમી સોહાર્દ અને સાંસ્કૃતિક વિરાસતના અદ્ભુત પ્રતીક તરીકે સાબિત કર્યો હતો.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!