Skip to main content

Geo Gujarat News

વાગરા: દહેજ-ભેંસલી માર્ગ પર વહીવટી તંત્રની ત્રાટક બોલ્ટ સર્જિકલ સ્ટ્રાઈક, અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટના ખેલ પર ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી!

જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા નફાખોર હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વાગરા તાલુકાના અતિ ધમધમતા દહેજ–ભેંસલી રૂટ પર આવેલી હોટલો, ધાબાઓ અને રેસ્ટોરન્ટ્સમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઈન્સ્પેક્ટર તથા ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમે અચાનક ત્રાટકીને સામૂહિક સપાટો બોલાવ્યો હતો. પીક અવર્સ દરમિયાન જ કોઈ પણ પૂર્વ સૂચના વિના હાથ ધરાયેલા આ ઓપરેશનથી અસ્વચ્છતા અને નબળી ગુણવત્તાવાળો ખોરાક પીરસતા સંચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓએ કિચન અને સ્ટોરેજ એરિયા ખૂંદી વળીને રોજિંદી સ્વચ્છતા, તાપમાન નિયંત્રણ તેમજ કાચા અને રાંધેલા ખોરાકની જાળવણીની ગંભીર ક્ષતિઓ ઝડપી પાડી હતી.આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ક્રોસ-કન્ટેમિનેશન, સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા અને પેસ્ટ-કંટ્રોલ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માનવ શરીર માટે હાનિકારક અને એક્સપાયર થઈ ગયેલી ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાતાં જ અધિકારીઓએ તેને સ્થળ પર જ જપ્ત કરી નાશ કર્યો હતો. આ સાથે જ FSSAI લાયસન્સ, તાપમાન રજિસ્ટર અને પેસ્ટ-કંટ્રોલ દસ્તાવેજોમાં ગેરરીતિ ધરાવતા હોટલ એકમોને આકરી સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં આખરી ચીમકી આપતાં જણાવ્યું છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ પણ જાતનું તુષ્ટિકરણ ચલાવી લેવાશે નહીં; જો નિર્ધારિત સમયમાં ક્ષતિઓ સુધારીને ઉચ્ચ ધોરણો જાળવવામાં નહીં આવે, તો સીધા જ સીલ મારી કામગીરી બંધ કરાવવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!