અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહેલી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે, રામકુંડ નજીક આવેલા રામદેવનગર વિસ્તારમાં જાહેર રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે પાના ટીપી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે કોઈ પણ તક આપ્યા વિના ઘટનાસ્થળે દરોડો પાડતાં જ જુગારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી હાર-જીતનો જુગાર રમતા સાત ઈસમો જેમાં ચિરાગ લિંબાચિયા, કલ્પેશ વસાવા, શૈલેષ સુથાર, રાહુલકુમાર વાળંદ, રોહન ચોક્સી, પ્રકાશ કટારીયા અને ધૈર્યકુમાર આર્યને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,000 રોકડા, 5 મોબાઈલ ફોન તથા 3 વાહનો મળીને કુલ રૂ. 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com