Skip to main content

Geo Gujarat News

ભરૂચ LCBની હાઈટેક દરોડા કાર્યવાહી, ટંકારીયામાં પ્લાસ્ટિકના ટોકન અને ટેબલ ચાર્જથી ચાલતા કેસિનો શૈલીના જુગારધામ પર ત્રાટકી પોલીસ, ૧૯ ખેલાડીઓ જેલભેગા!

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ડિજિટલ અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને એક અત્યંત સંગઠિત અને હાઈટેક જુગાર અડ્ડાનો ભંડાસફોડ કર્યો છે. PI મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં નીકળેલી LCB ટીમના હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે, ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટમાં રફીક સુલેમાનભાઈ સાપા પોતાના જૂના મકાનને કોઈ મિની કેસિનોની જેમ ચલાવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જ ત્યાં હાર-જીતનો ખેલ ખેલતા અને રમાડતા સંચાલક સહિત ૧૯ જેટલા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તમામની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આ જુગારધામના સંચાલનની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. અડ્ડા પર આવતા દરેક ખેલાડી પાસેથી રૂ. ૫૦૦ની એન્ટ્રી ફી અને કલાક દીઠ રૂ. ૫૦૦નો ટેબલ ચાર્જ વસૂલવામાં આવતો હતો. રોકડ રકમ જમા કરાવીને રૂ. ૨૦ થી રૂ. ૨૦૦ ના મૂલ્યના પ્લાસ્ટિકના ટોકન આપવામાં આવતા હતા, જેના દ્વારા પત્તાનો ખેલ ખેલાતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૧૬,૮૧૫ રોકડા, ૧૭ મોબાઈલ ફોન, ૧૫૧ પ્લાસ્ટિક ટોકન કોઈન, પાથરણાં, સ્ટીલ-પ્લાસ્ટિકની ટોકરીઓ અને જુગાર બોર્ડ સહિત રૂ. ૨,૪૨,૩૧૫નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. રફીક સાપા સહિત લતીફ રબદા, ફિરોઝ શેખ, આસીફ મલેક જેવા તમામ ૧૯ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી LCBએ અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી દીધો છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!