Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં મેઘરાજા-છડી નોમના મેળામાં સફાઈ ચાર્જ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ, વેપારીઓ અને પાલિકા સામસામે

ભરૂચના ઐતિહાસિક મેઘરાજા અને છડી નોમના ત્રિદિવસીય ઉત્સવ દરમિયાન પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો સમગ્ર વિસ્તાર જનમેદનીથી છલકાઈ રહ્યો છે, પરંતુ આ આનંદોત્સવ વચ્ચે વેપારીઓ અને નગરપાલિકા વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું છે. મેળામાં ઉભા કરાયેલા ખાણીપીણીના સ્ટોલ ધારકો પાસેથી પાલિકા દ્વારા સફાઈ વેરા નામે ઉઘાડપગથી કરવામાં આવતી નાણાકીય વસૂલાત સામે વેપારી આકરા પાણીએ થયા છે. વેપારીઓએ આ વસૂલાતની કાયદેસરતા સામે ગંભીર સવાલો ઉઠાવીને પાલિકા પર ગેરકાયદે નાણાં ઉઘરાવવાનો પર્દાફાશ કર્યો છે, જેનાથી તંત્રની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે.બીજી તરફ, ઉઠેલા આકરા વિરોધ અને ગંભીર આક્ષેપો સામે સફાઈ પેશ કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે વસૂલાતને સંપૂર્ણપણે નિયમાનુસારે ગણાવી છે. તંત્રએ પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે લાખોની વસ્તી ભેગી થતી હોવાથી મેળામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે, અને આ માટે દરેક સ્ટોલ ધારકે પોતાના ખર્ચે ડસ્ટબિન રાખવા તેમજ ભીનો-સૂકો કચરો અલગ કરવો ફરજિયાત છે. પાલિકાએ સ્વચ્છતાની જવાબદારી વેપારીઓ અને જનતા પર ઢોળીને વિરોધને દબાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ઉત્સવના નામે વસૂલાતા વધારાના ચાર્જથી વેપારીઓમાં રોષ યથાવત છે, ત્યારે પાલિકાની આ જોહુકમી અને મેળાની વાસ્તવિક સ્વચ્છતા પર હવે શંકાની સોય ઘૂમી રહી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!