Skip to main content

Geo Gujarat News

જંબુસરના ડોલિયા નજીક કાર રોડની બાજુએ ખાબકી, સદનસીબે ઘટનામાં તમામ મુસાફરોનો બચાવ!

જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુએ ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માની જાણ થતાં જ ડોલિયા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કારમાં સવાર મુસાફરોને બહાર કાઢવા માટે મદદ કરી હતી. અકસ્માતની ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કારચાલકનો અચાનક કાબૂ ગુમાવવાના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી હતી.જંબુસરના ડોલિયા નજીક કાર રોડની બાજુએ ખાબકી, સદનસીબે ઘટનામાં તમામ મુસાફરોનો બચાવ!જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુએ ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માની જાણ થતાં જ ડોલિયા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કારમાં સવાર મુસાફરોને બહાર કાઢવા માટે મદદ કરી હતી. અકસ્માતની ઘટનાને પગલે થોડા સમય માટે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. કારચાલકનો અચાનક કાબૂ ગુમાવવાના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે ચકચાર મચી હતી.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!