ધોરાજી શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સાબીરે પાક કોન્ફરન્સ તથા ઉર્સ હુઝૂર બુરહાને મિલ્લત નો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે ઈસ્લામી તકરીર, નાત-મનકબત અને તકરીરનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમ મુફ્તી મુનવ્વર રઝા સાહેબ (સજ્જાદા નશીન હઝરત પીર લધાશાહ બાવા) ના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ છે, આ કાર્યક્રમમાં મહેમાન-એ-ખુસૂસી અલ્હાજ સૈયદ યાસીન બાપુ (અમદાવાદ) તથા સૈયદ બોદુ બાપુ (કલારિયા શરીફ) ખાસ ઉપસ્થિત રહેશે.
જ્યારે મુકર્રિરે ખુસૂસી હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ (નિગરા સુન્ની દાવતે ઈસ્લામી માલેગાંવ) પોતાની અસરકારક અને ઈમાન અફરોઝ તકરીર દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપશે.આ ઉપરાંત મૌલાના ઈમરાન અત્તારી સાહેબ, સૈયદ મૌલાના નૂર અહેમદ સાહેબ તથા હાફિઝ ગુલામ યાસીન સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમનું સંચાલન હાજી અકીલભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવશે.આ કાર્યક્રમના આયોજનમાં ખિદમત ખલ્ક કમિટી, રઝવી કમિટી તથા રઝવી મિલાદ પાર્ટી સહિતના કાર્યકરો અને સેવાભાવી ભાઈઓનો સહયોગ છે.આ પ્રસંગે આયોજકો દ્વારા ધોરાજી તથા આસપાસના તમામ ભાઈઓને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે
તારીખ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરૂવાર
સમય: રાત્રે ૧૦:૦૦ વાગ્યે
સ્થળ: ખ્વાજા સાહેબ ના મેદાન માં,
સકલેન ગરાણા, ધોરાજી
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com