Skip to main content

Geo Gujarat News

આમોદમાં રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તાની દબદબાભેર આગમન યાત્રા

આમોદ નગરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.ગત રાત્રે આમોદના રાણા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તાની ભવ્ય અને દબદબાભેર આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગમન યાત્રામાં ભક્તિ સાથે સંગીત, ઢોલ-ત્રાંસા, ડી.જે. તેમજ ભવ્ય આતશબાજીનો સંગમ જોવા મળ્યો હતો.આમોદના ચાર રસ્તાથી શરૂ થયેલી શ્રીજીની આગમન યાત્રા રાણા સ્ટ્રીટ સુધી યોજાઈ હતી. યાત્રા દરમિયાન રસ્તાઓ પર મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અને યુવાનો ઉમટી પડ્યા હતા. ગણેશજીની મૂર્તિ ઉપર કરવામાં આવેલી વિશેષ લાઈટિંગ અને રોશનીએ સમગ્ર આગમન યાત્રાને આકર્ષક બનાવી હતી.આગમન યાત્રામાં ખાસ કરીને વડોદરાથી આવેલી ઢોલ-ત્રાંસાની મંડળીએ અદ્ભુત પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઢોલ-ત્રાંસાના તાલે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને શ્રીજી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.યુવાનો ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.રાત્રિના સમયે આકાશમાં રંગબેરંગી આતશબાજીના નજારાથી સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો.ગણેશજીની આગમન યાત્રાથી સમગ્ર વાતાવરણ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ યુવક મંડળો દ્વારા ગણેશજીની આગમન યાત્રા યોજવાનો ટ્રેન્ડ વધ્યો છે. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો અને ભક્તો જોડાતા સમગ્ર આમોદ નગરમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ છવાઈ ગયો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!