આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચેથી આમોદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો છૂટક વેચાણ કરતી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પોલીસે સ્થળ પરથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી ભાવનાબેન ઉત્તમ પટેલ રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા. ગણદેવી, જી. નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે. તળાવ ફળિયું, તા. મહુવા, જી. સુરત ની અટકાયત કરતા પંથકમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023