Skip to main content

Geo Gujarat News

અનોખી પહેલ : સમાનતા, સ્વીકાર અને સશક્તિકરણના સંદેશ સાથે કિન્નર સમાજના અગ્રણીના હસ્તે બ્યુટી એકેડેમીનું ઉદ્ઘાટન

ભરૂચ: દીકરીઓને માત્ર સુંદરતાની તાલીમ નહીં, પરંતુ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની તક આપવાના ઉદ્દેશ સાથે ભરૂચમાં Grooming World Beauty Academyનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ રહી કે એકેડેમીનું ઉદ્ઘાટન કોઈ સેલિબ્રિટી કે જાણીતા રાજકીય ચહેરાના હસ્તે નહીં, પરંતુ કિન્નર સમાજનાં અગ્રણી દીપા માસી અને મહિલા કલ્યાણ માટે કામ કરતા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ જિજ્ઞાસા ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું, જેના થકી સમાનતા, સ્વીકાર અને સશક્તિકરણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકોને હેર , સ્કીન , મેક અપ અને બ્યુટીને લગતી ઉત્તમ સેવાઓ આપી હજારો ગ્રાહકોનું લોકપ્રિય સલોન તરીકે ઓળખ પામનાર ગ્રૂમિંગ વર્લ્ડ યુનિસેક્સ સલોનના ઓનર ઉર્વશી ડોડીઆ હવે પોતાની નવી સફરની શરૂઆત કરી રહ્યા છે . પોતાના ૧૫ વર્ષ કરતા વધુ સમયનો બહોળો અનુભવ અને હેર, સ્કીન, મેક અપ તેમજ બ્યુટીનું ઊંડું જ્ઞાનનો નિચોડ હવે તેઓ એવી દરેક દીકરીઓને આપશે જે આ ફિલ્ડમાં આગળ વધી આર્થિક રીતે આત્મનિર્ભર થવા ઇચ્છે છે . જેના માટે શિક્ષક દિન નિમિત્તે ગ્રૂમિંગ વર્લ્ડ બ્યુટી એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ઉર્વશીબેન ડોડીઆએ જણાવ્યું હતું કે, સલોન ઓનર તરીકે જ્યારે સ્ટાફની પસંદગી કરવાની હોય ત્યારે હજારો – લાખો ફી આપીને બ્યુટી કોર્સ શીખીને આવનાર ઉમેદવારોનું પ્રેક્ટિકલ નોલેજ ખૂબ ઓછું હોય છે . જેથી સ્કિલ સ્ટાફ મળવો મુશ્કેલ બને છે . જીવનમાં કઈક કરવા માંગતી ઘણીબધી યુવતીઓને હજારો રૂપિયાની ફીસ ભર્યા પછી પણ યોગ્ય તાલીમ મળતી નથી. જેથી તેમને ઓછા પગારમાં નોકરી મળે છે અથવા તો નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે . આ પીડામાંથી જન્મેલા વિચારે ગ્રૂમિંગ વર્લ્ડ બ્યૂટી એકેડમી શરૂ કરવાની પ્રેરણા આપી . આ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ વાજબી ફી ભરી મહિલાઓ પગભર થાય અને માત્ર થિયરી જ નહીં યોગ્ય પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે . આ ઉપરાંત કોર્સ કર્યા પછી પણ નોકરી મેળવવા માટે અથવા પોતાનું સલોન અને પાર્લર ખોલવા માટે પ્રોપર માર્ગદર્શન અને સપોર્ટ કરવાનો છે .આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણી દીપા માશીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે , સમાન્ય રીતે આવા ઈનોગ્રેશનમાં મોટી સેલિબ્રિટીને બોલાવવામાં આવે છે પરંતુ મારા જેવા કિન્નર સમાજના પ્રતિનિધિને બોલાવી સમાજને એક સુંદર સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે કે, સમાજના દરેક વર્ગને આગળ વધવા સમાન તક અને સન્માન મળવું જોઈએ કારણ કે તે સૌનો અધિકાર છે અને સ્કિલને કોઈ લિંગ કે ઓળખ હોતી નથી.જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનાં વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નાશા ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ એકેડમીમાં જે શીખવા મળશે તે આધારે તેઓ ભવિષ્યમાં નોકરી, ફ્રીલાન્સ કામ અથવા પોતાનો બ્યુટી વ્યવસાય શરૂ કરી શકે છે . ભરૂચની જે દીકરીઓ સપના જુવે છે , જેમને આત્મનિર્ભર બનવું છે . સૌથી ઝડપી ગ્રો થતી આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરવાનું છે તેવી દરેક દીકરીના સપના સાકાર કરવાનું નવું સરનામું ગ્રૂમિંગ વર્લ્ડ બ્યુટી એકેડમી બનશે . માર્કેટમાં ચાલતી ઊંચી ફીસ કરતા અડધી ફીસમાં બ્યુટીની આવી તાલીમ આપવી એ મુશ્કેલ છે પરંતુ ઉર્વશીબેનના આ સાહસમાં તેમને સફળતા મળે તે માટે અભિનંદન પાઠવ્યા હતા .

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!