દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આમોદ અને માતર વચ્ચેના માર્ગ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝડપ અને રોંગ સાઈડથી ઓવરટેક કરવાની લહાયમાં એક વર્ના કાર અચાનક આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની છત તેમજ ડ્રાઈવર અને પેસેન્જર સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચડાઈને રમણભમણ થઈ ગયો હતો.
ઘટના સમયે કારમાં સવાર ૧૯ વર્ષીય યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ એક્સપ્રેસવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડી હતી. અકસ્માતને પગલે હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને માર્ગ પર ગેરકાયદે રોંગ સાઈડ ડ્રાઈવિંગ તેમ જ અવિચારી ઓવરટેકિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023