આમોદ તાલુકાના ચકલાદ ગામના એસ.ટી. સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે આશરે 4 થી 5 વાગ્યાના અરસામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ઓળંગી રહેલા કે જઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જ્યા બાદ નિર્દય વાહનચાલક અંધારાનો લાભ લઈને વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વહેલી સવારે બનેલી આ દુર્ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા અને તેના પરિવારજનોની ભાળ મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સ્રોતોની મદદથી અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023