આમોદ તાલુકાના સમની અને તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હળદૂડ મચી ગઈ છે. નિણમ ગામના રહેવાસી ૨૨ વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ પોતાની બાઇક સાથે આગળ ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ગંભીર હાદસો સર્જાયો હતો.
આ ભયાનક ટક્કરમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુવાન વયના દીકરાના અચાનક આકસ્મિક અવસાનથી નિણમ ગામ અને પરિવારજનોમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023