ભરૂચ જિલ્લામાં બુધવારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું, પરંતુ બપોર બાદ તડકો નીકળતા ગરમી અને ઉકળાટમાં વધારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન જિલ્લામાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જિલ્લાના નેત્રંગ અને વાગરા તાલુકામાં 5-5 મિમી જ્યારે આમોદ તાલુકામાં 2 મિમી સામાન્ય વરસાદ નોંધાયો હતો. સમગ્ર જિલ્લામાં સરેરાશ 1.33 મિમી વરસાદ નોંધાતા સિઝનનો કુલ સરેરાશ વરસાદ હવે 867.67 મિમી સુધી પહોંચી ગયો છે. હવામાનમાં સતત બદલાવ વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતોને ખાસ તકેદારી રાખવાની અપીલ કરી છે. પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દવાનો છંટકાવ કરવો, જરૂર મુજબ પાકમાં પિયત આપવું અને હવામાનની આગાહી મુજબ ખેતીની કામગીરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com