Skip to main content

Geo Gujarat News

હાંસોટ GEB નજીક મોતનો માર્ગ? એક મહિનામાં બીજી વાર અબોલ પશુનો અકસ્માતમાં ભોગ, તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો!

ભરૂચ જિલ્લાના હાંસોટથી ઓલપાડ તરફ જતા માર્ગ પર હાંસોટ GEB નજીક વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા રસ્તા સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ગાય અને ઈકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઘટનાસ્થળે જ ગાયનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઈકો કારનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાંસોટ-ઓલપાડ માર્ગ પર વાહનો બેફામ ગતિએ દોડે છે, પરંતુ સ્પીડ નિયંત્રણ, ચેતવણીના બોર્ડ અને અસરકારક બેરીકેડિંગ જેવી મૂળભૂત સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. પરિણામે નિર્દોષ પશુઓ અને વાહનચાલકો બંને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.ચોંકાવનારી વાત એ છે કે માત્ર એક જ મહિનામાં આ જ વિસ્તારમાં બે ગાયોના અકસ્માતમાં મોત થયા છે. સતત બની રહેલી આવી ઘટનાઓ છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે વધુ કેટલા અકસ્માતો અને કેટલા નિર્દોષ જીવ ગુમાવ્યા પછી તંત્ર જાગશે? સ્થાનિકોએ તાત્કાલિક સ્પીડ બ્રેકર, યોગ્ય બેરીકેડિંગ, રખડતા પશુઓ માટે સુરક્ષિત વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણના કડક અમલની માંગ કરી છે. જો હવે પણ તંત્ર આંખ આડા કાન કરશે તો આ માર્ગ વધુ જીવલેણ સાબિત થઈ શકે છે, તેવી ચેતવણી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!