Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં INTUC દ્વારા તાલુકા પ્રમુખો સહિત જિલ્લા ટીમની નિમણૂક, સંગઠનને વધુ મજબૂત બનાવવા નવી જવાબદારીઓ સોંપાઈ..

ભરૂચ જિલ્લામાં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને જનહિતલક્ષી બનાવવા મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના પ્રમુખ શકીલ બી.રાજ દ્વારા વિવિધ તાલુકાઓમાં તાલુકા પ્રમુખો ઉપરાંત જિલ્લા ટીમના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હોવાનું પ્રેસ રિલીઝમાં જણાવાયું છે. જાહેર કરાયેલી નિમણૂક મુજબ વાગરા તાલુકા પ્રમુખ તરીકે જાવીદ અબ્દુલભાઈ પટેલ, આમોદ તાલુકા પ્રમુખ તરીકે ભરતભાઈ વણકર, જંબુસર તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ ડાહ્યાભાઈ પરમાર, અંકલેશ્વર તાલુકા પ્રમુખ તરીકે અરુણભાઈ રાજેશભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલ, વાલિયા તાલુકા પ્રમુખ તરીકે કિરીટભાઈ વસાવા, ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે કનકસિંહ હિમતસિંહ સિંધા, હાંસોટ તાલુકા પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ તથા નેત્રંગ તાલુકા પ્રમુખ તરીકે રણજીતભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લા ટીમમાં 4 જિલ્લા ઉપ-પ્રમુખ, 3 જિલ્લા મહામંત્રી, 2 જિલ્લા મંત્રી, લીગલ સેલના પ્રમુખ, મહિલા પ્રમુખ, સોશિયલ મીડિયા પ્રમુખ તેમજ કાર્યાલય મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પર પણ કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. INTUC દ્વારા જણાવાયું છે કે, આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નવા હોદ્દેદારો શ્રમિક એકતા, શ્રમિકોના અધિકારો, રોજગાર, યોગ્ય વેતન, સામાજિક સુરક્ષા અને કામદારોના હિતના પ્રશ્નો માટે સંગઠિત અને અસરકારક રીતે કામગીરી કરશે તેવી આશા જિલ્લા પ્રમુખ શકીલ બી. રાજે વ્યક્ત કરી છે. જિલ્લા પ્રમુખ શકીલ બી. રાજે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લો દેશના મહત્વના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાય છે, જ્યાં રોજગારી માટે અનેક રાજ્યોમાંથી હજારો શ્રમિકો આવી વસવાટ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ પરપ્રાંતીય તેમજ સ્થાનિક શ્રમિકો સાથે અનેક વખત અન્યાય, શોષણ અને અત્યાચારની ઘટનાઓ સામે આવતી હોવાની ફરિયાદો મળે છે. આવી સ્થિતિમાં શ્રમિકોના હક અને અધિકારોની રક્ષા માટે INTUCએ મજબૂત જિલ્લા ટીમ ઉભી કરી છે, જે કોઈ પણ સમયે અને ભરૂચ જિલ્લાના કોઈ પણ ખૂણે શ્રમિકોના પ્રશ્નો માટે લડત આપવા અને કાયદેસર મદદ પહોંચાડવા સજ્જ રહેશે.

ઉલ્લેખનીય છે કે અનિલભાઈ પરમાર અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ભરૂચ તાલુકા પંચાયતની પગુથણ બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા હતા. હવે તેમણે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ રાજકીય સમીકરણોમાં નવો વળાંક લાવ્યો છે. કોંગ્રેસે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને જિલ્લા મહામંત્રી જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે, જેને ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં નોંધપાત્ર વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!