વાગરા તાલુકાના કડોદરા વિભાગ વિકાસ મંડળ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર ખાતે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક પહેલ સાકાર થઈ છ CSR વર્ષ 2025-26 અંતર્ગત Best Value Chem Pvt. Ltd. ના આર્થિક સહયોગથી તેમજ અરુણા કિશોર ફાઉન્ડેશન ના સંકલનથી નિર્માણ પામેલા નવા ક્લાસરૂમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલથી શાળાના વિદ્યાર્થીઓને વધુ આધુનિક અને સુવિધાસભર શિક્ષણ વાતાવરણ ઉપલબ્ધ બનશે. લોકાર્પણ સમારોહમાં શાળા પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ, BVC કંપનીના અધિકારીઓ, અરુણા કિશોર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના વિકાસમાં સમાજ અને ઉદ્યોગજગતના સહયોગનું મહત્વ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
નવા ક્લાસરૂમના નિર્માણથી વિદ્યાર્થીઓને વિશાળ, સુરક્ષિત અને અનુકૂળ અભ્યાસખંડની સુવિધા મળશે, જેના કારણે શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં આવી સેવાકીય પહેલ શિક્ષણના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી બની છે. શાળા પરિવાર દ્વારા Best Value Chem Pvt. Ltd. અને અરુણા કિશોર ફાઉન્ડેશન નો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવા લોકહિતના કાર્યો સતત આગળ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com