Skip to main content

Geo Gujarat News

જંબુસર-દેવલા માર્ગ પર ટાયર ફાટતાં ઇકો કાર પલ્ટી, મોતને માત આપતો ચમત્કારિક બચાવ..

જંબુસર: જંબુસર-દેવલા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દોડતી ઇકો કારનું અચાનક ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર રસ્તા પર પલ્ટી મારી ગઈ. અકસ્માત સર્જાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઇકો કારમાં અનેક મુસાફરો સવાર હતા. કાર પલ્ટી માર્યા બાદ મુસાફરો વાહનની અંદર ફસાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને બહાદુરીપૂર્વક તમામ મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા. સમયસર મળેલી મદદને કારણે મોટી જાનહાનિ ટળી હતી.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં મદદ માટે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ પણ પ્રભાવિત થઈ હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, જ્યારે ટાયર ફાટવાની ઘટના ફરી એકવાર વાહનની સલામતી અને સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!