Skip to main content

Geo Gujarat News

આમોદના ‘બચ્ચો કા ઘર’ સ્કૂલમાં ૮ દિવસીય નિઃશુલ્ક થેરાપી કેમ્પ શરૂ: અત્યાધુનિક ઉપકરણો દ્વારા ગ્રામ્ય જનતાને મળશે બિમારીઓથી છુટકારો મેળવવાની સોનેરી તક

આમોદ સ્થિત ‘બચ્ચો કા ઘર’ અંગ્રેજી માધ્યમ શાળાના કેમ્પસમાં આજથી ગ્રામીણ જનતાના ઉત્તમ સ્વાસ્થ્ય અને કલ્યાણના ધ્યેય સાથે એક ભવ્ય અને લોકઉપયોગી નિઃશુલ્ક થેરાપી કેમ્પનો શુભારંભ થયો છે. મળતી માહિતી મુજબ, આમોદમાં પ્રથમ વખત આયોજિત આ વિશેષ હેલ્થ કેમ્પ તા. ૨૦ જૂનથી ૨૭ જૂન ૨૦૨૬ સુધી કુલ ૮ દિવસ ચાલનાર છે, જેનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેમ્પમાં દરરોજ અંદાજે ૨૫૦ જેટલી વ્યક્તિઓને આ આધુનિક થેરાપીનો લાભ આપવામાં આવી રહ્યો છે.ભરૂચના અગ્રણી થેરાપી નિષ્ણાત પરેશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેવાકીય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ જનતાને વિનામૂલ્યે ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, પરેશભાઈ સોની દ્વારા ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૧ મહિનાથી સતત સેવાઓ આપીને અત્યાર સુધીમાં અંદાજે ૩૫,૦૦૦થી વધુ લોકોને આ વિશેષ થેરાપીનો લાભ આપવામાં આવ્યો છે. આ સફળ આયોજન પાછળ સંસ્થાના ટ્રસ્ટી બસીર રાણા અને તેમની સમર્પિત ટીમનો સક્રિય સહયોગ રહ્યો છે, જેના કારણે પહેલા જ દિવસે આમોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વડીલો અને નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને કેમ્પનો ભરપૂર લાભ લીધો હતો.
આ કેમ્પનું મુખ્ય આકર્ષણ અત્યાધુનિક ઈ.એમ.એસ. (EMS) અને ટેન્સ (TENS) ટેક્નોલોજી પર આધારિત મેડિકલ ગ્રેડ ‘બી’ ડિવાઈસ રહ્યું છે, જે માનવ શરીરના રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) ને સુધારવામાં અત્યંત કારગર સાબિત થાય છે. આયોજકોના જણાવ્યા મુજબ, માત્ર ૩૦ મિનિટની આ થેરાપી શરીરમાં અંદાજે ૬ કિલોમીટર ચાલવા જેટલી કસરત સમાન લાભદાયક સાબિત થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ સાબિત થઈ ચૂક્યું છે કે માનવ શરીરની મોટાભાગની જટિલ તકલીફોનું મૂળ અપૂર્ણ લોહીનું પરિભ્રમણ છે. આ કેમ્પમાં ઘૂંટણ, કમર, સાંધા, ગરદન-ખભા, પગના દુખાવા, વેરિકોઝ વેઈન, પેરાલિસિસ, થાઈરોઈડ, નસ દબાવા, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાથ-પગમાં ઝણઝણાટી, ઊંઘની તકલીફ, સ્નાયુના દુખાવા, થાક તેમજ ગેસ અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓ માટે માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. કેમ્પમાં ચેર પર બેસીને આ આધુનિક ઉપકરણો દ્વારા થેરાપી લીધા બાદ ઉપસ્થિત દર્દીઓએ અકલ્પનીય રાહત અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.આ કેમ્પનો લાભ લેવા અથવા વધુ માહિતી મેળવવા માટે આમોદ ખાતે મૌલાના બશીર સાહેબ મો. 9722446768, ધર્મેશ રાણા મો. 9033810788 અથવા થેરાપી નિષ્ણાત પરેશ સોની મો. 9824176906 નો સંપર્ક કરી શકાય છે. ‘બચ્ચો કા ઘર’ સંસ્થા અને પરેશભાઈ સોનીના આ સંયુક્ત પ્રયાસોએ સાબિત કરી દીધું છે કે સાચી દિશામાં કરવામાં આવતા માનવતાવાદી પ્રયાસો સમાજના છેવાડાના માનવીના જીવનમાં મોટો હકારાત્મક બદલાવ લાવી શકે છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!