Skip to main content

Geo Gujarat News

ગણપતિ વિસર્જનને લઈ આમોદ નગરપાલિકા સજ્જ: રસ્તાઓનું સમારકામથી લઈને તળાવ પર વિશેષ રોશની અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ

આમોદ શહેરમાં યોજાનાર ગણપતિ વિસર્જનના પવિત્ર અને ઉત્સાહભર્યા અવસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભક્તો અને બાપ્પાના આરાધકોને વિસર્જન યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તે માટે આમોદ નગરપાલિકા દ્વારા વિશેષ આગોતરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.વિસર્જન યાત્રાના મુખ્ય રૂટ અને માર્ગો પર પડેલા ખાડાઓને પુરીને રસ્તાઓને સમથળ અને સરળ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળનારી ભવ્ય વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર રૂટ પર રોશની માટે લાઈટિંગ ની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ નગરજનોને કોઈ અસુવિધા ન થાય.બીજી તરફ, મોટા તળાવ ખાતે જ્યાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે, ત્યાં સુરક્ષા અને સુવિધાના ભાગરૂપે વિશેષ પ્રબંધો કરાયા છે. તળાવ પર નાવડીઓ, કુશળ નાવિકો તેમજ કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છ. આ ઉપરાંત, વિસર્જન સ્થળે બે મોટા ટાવર ઊભા કરીને હેલોજન લાઈટ્સની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સમગ્ર વિસ્તાર પ્રકાશથી ઝળહળી ઉઠે.આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સચોટ અને ઝીણવટભરી તૈયારીઓને કારણે ગણપતિ વિસર્જનનો મહાપર્વ શાંતિપૂર્ણ,સુરક્ષિત અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!