Skip to main content

Geo Gujarat News

રાજકોટ: ઈદ-એ-ગોષિયા પર્વે શિક્ષણ પ્રતિભાનો ગૌરવવંતો સન્માન, ધોરાજીમાં રઝવી કમિટીની અનોખી પહેલ

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના બહારપુરા સ્થિત ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે ઈદ-એ-ગોષિયા નિમિત્તે રઝવી કમિટી દ્વારા ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાર્મિક સંદેશ સાથે સમાજમાં શિક્ષણનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું અને તેજસ્વી વિદ્યાર્થી તેમજ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરી પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રઝવી કમિટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીએ સંભાળ્યું હતું. પ્રસંગે મૌલાના મુદ્દસીર સાહેબ યારે અલ્વીએ ધાર્મિક અને પ્રેરણાદાયી બયાન રજૂ કરી સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને એકતાનું મહત્વ સમજાવ્યું હતું. આ અવસરે સૌરાષ્ટ્ર મતવા ખુરેશી માલધારી સમાજનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર મોહમ્મદભાઈ મુસાભાઈ કુરેશી, જેમણે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે, તેમનું શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત ધોરાજીમાં છેલ્લા 50 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર અમીન સર ગોડિલનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. તેમની લાંબી અને સમર્પિત શિક્ષણસેવાને સમાજના અગ્રણીઓએ બિરદાવી હતી. સન્માન સમારોહમાં રઝવી કમિટીના હોદ્દેદારો, મતવા ખુરેશી માલધારી સમાજના પ્રમુખ હાજી અમીનભાઈ મતવા ભંગારવાલા, પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી સહિત સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. રઝવી કમિટી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર યુવાનો અને દીર્ઘકાળથી શિક્ષણ સેવા આપનાર શિક્ષકોને સન્માનિત કરી સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને સંસ્કારને પ્રોત્સાહન આપવાનો સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

સકલેન ગરાણા, ધોરાજી (રાજકોટ)

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!