Skip to main content

Geo Gujarat News

આમોદ-પૂરસા માર્ગ પર 7થી 8 ફૂટના મહાકાય મગરથી ચકચાર, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે કર્યું સુરક્ષિત રેસ્ક્યુ

આમોદ-પૂરસા માર્ગ પર રાત્રિના સમયે રસ્તા નજીક 7થી 8 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રાત્રિના અંધકારમાં માર્ગ નજીક અચાનક મગર નજરે પડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરને જોવા માટે આસપાસના સ્થાનિકો તેમજ રાહદારીઓની ભીડ પણ ઘટનાસ્થળે એકઠી થઈ હતી.માર્ગ નજીક મહાકાય મગર હોવાની જાણ થતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારની ટીમને પણ બોલાવવામાં આવી હતી. સાથે જ જીવદયાના ધનસુખભાઈ પરમાર પણ સ્થળ પર હાજર રહ્યા હતા. ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ભારે જહેમત અને તકેદારીપૂર્વકની કામગીરી બાદ મહાકાય મગરને સફળતાપૂર્વક કાબૂમાં લઈ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે મુખ્ય માર્ગ નજીક મગર આવી પહોંચતા વાહનચાલકોમાં પણ સાવચેતી જોવા મળી હતી. રેસ્ક્યુ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટીમ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. લાંબી મહેનત બાદ મગરનું સુરક્ષિત રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હવે મગરને યોગ્ય નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઘટના બાદ સ્થાનિકોમાં મગર માર્ગ નજીક કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ ચર્ચા શરૂ થઈ હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!