Skip to main content

Geo Gujarat News

સાયખા GIDC બ્લાસ્ટમાં આમોદના યુવાનોના મોતથી શોકનો માહોલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડ સહિત આગેવાનો મૃતકોના ઘરે પહોંચ્યા, પરિવારજનોને સાંત્વના પાઠવી..

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં આમોદના યુવાનોએ જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારના યુવાન સભ્યોનાં અચાનક નિધનથી મૃતકોના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ ઘટનાને પગલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડ સહિત ભાજપના આગેવાનો મૃતકોના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સાયખા GIDCમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અનેક શ્રમિકોનાં મોત અને ઈજાઓના સમાચારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. ખાસ કરીને આમોદના યુવાનોના મોતથી સ્થાનિક લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો માટે આ દુઃખદ ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડ, દેવ કિશોર સ્વામી સહિતના આગેવાનોએ મૃતકોના ઘરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આગેવાનોએ શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ કપરી પરિસ્થિતિમાં હિંમત જાળવી રાખવા આશ્વાસન આપ્યું હતું.પરિવાર પર આવી પડેલી આ અસહ્ય આફત સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાએ મૃતકોના પરિવારોને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પહોંચાડી છે. રોજગાર માટે ગયેલા યુવાનોના મોતથી પરિવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, ત્યારે સમગ્ર વિસ્તારમાંથી શોક અને સંવેદનાની લાગણી વ્યક્ત થઈ રહી છે. આ દુઃખદ વેળાએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચેલા આગેવાનોએ તેમની સાથે દુઃખની ઘડીમાં સહભાગી બની સંવેદના વ્યક્ત કરી હતી. સાયખા GIDCની આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં સમગ્ર આમોદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!