વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ઈવા મોલ ચોકડી પાસે એમ્બે ઓપ્યુલન્સ ખાતે ‘સ્પર્શ સ્પાઇન એન્ડ ઓર્થો કેર હોસ્પિટલ’ અને ‘પાથોનોવા પેથોલોજી લેબોરેટરી’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કરોડરજ્જુ, હાડકાં અને સાંધાની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે આ હોસ્પિટલ વરદાનરૂપ સાબિત થશે.
આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે IMA વડોદરાના પ્રમુખ ડૉ. મિતેશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ડૉ. વિસ્મય કોઠારી, તેમના પત્નીશ્રી, સમગ્ર પરિવાર તેમજ તેમની ટીમને આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવતા ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ સ્પાઇન અને ઓર્થોપેડિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ આપવા બદલ સૌએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ હોસ્પિટલમાં ડૉ. વિસ્મય કોઠારી (M.S. Orthopaedics & Orthopaedic Spine Surgeon) કે જેમણે સ્પાઇન સર્જરીમાં પુણે અને સાઉથ કોરિયા ખાતેથી FISS, FMISS અને FESS જેવી વિશેષ ફેલોશિપ મેળવેલી છે, તેઓ પોતાની નિષ્ણાત સેવાઓ આપી રહ્યા છે. તેમના દ્વારા એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી, સ્લિપ ડિસ્ક માટે માઇક્રોડિસ્કેક્ટોમી, સાયટિકા, નસ પર દબાણ, ગરદન અને કમરના દુખાવા, સ્પાઇન ફ્રેક્ચર, સ્પાઇન ટ્યુમર, ઇન્ફેક્શન, ડીજનરેટિવ સ્પાઇન ડિસઓર્ડર તેમજ અગાઉની સર્જરી બાદ પુનઃ સારવાર જેવી અત્યાધુનિક સારવારો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, હોસ્પિટલ પરિસરમાં જ ડૉ. શિવાની કોઠારી (M.D. Pathology) ના માર્ગદર્શન હેઠળ ‘પાથોનોવા પેથોલોજી લેબોરેટરી’ (યુનિટ 503) કાર્યરત છે, જે Better Diagnosis, Better Health ના ધ્યેય સાથે એડવાન્સ પેથોલોજી ટેસ્ટ્સ, ઓલ રૂટીન હેલ્થ ટેસ્ટ્સ, ફુલ બોડી ચેક-અપ પેકેજિસ, હોમ સેમ્પલ કલેક્શન, 24×7 ઓપન સેવા, સચોટ પરિણામો અને ઝડપી રિપોર્ટ્સ પૂરા પાડે છે.
દર્દીઓની સર્વાંગી સારવાર માટે હોસ્પિટલમાં અન્ય વિશેષજ્ઞ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે. જેમાં ડૉ. દિવ્યેશ્વરી ચૌહાણ (M.D. Physician), જેઓ ડાયાબિટીસ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, તેઓ સાંજે 5 થી 8 દરમિયાન ઓપીડીમાં હાજર રહી ડાયાબિટીસ, હાઈપરટેન્શન, થાયરોઈડ અને તમામ ક્રિટિકલ કેર દર્દીઓની સારવાર સંભાળે છે. તેમજ ડૉ. અંજલિ પટેલ (કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ) ના માર્ગદર્શન હેઠળ કમર-ગરદનના દુખાવા, સાયટિકા, ઓપરેશન પછીની રિકવરી, હાડકાં અને સાંધાના રિહેબિલિટેશન તથા સ્નાયુઓની મજબૂતી માટે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે.
આજે તારીખ 27-oct-2026 લોકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય લાભ મળે તે હેતુસર હોસ્પિટલ દ્વારા એક મહિના સુધી ફ્રી OPD કન્સલ્ટેશનની વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઓર્થો અને સ્પાઇન સંબંધિત તમામ ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક (24×7) હોસ્પિટલ ખુલ્લી રહે છે. અહીં OPD નો સમય સવારે 12:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધીનો છે. આ હોસ્પિટલનું સરનામું 501, 502 અને 503, એમ્બે ઓપ્યુલન્સ, ઈવા મોલ ચોકડી નજીક, માંજલપુર, વડોદરા છે અને વધુ માહિતી કે પૂછપરછ માટે 8866609169 નંબર પર સંપર્ક કરી શકાય છે.
આજના આધુનિક અને દોડધામ ભરેલા યુગમાં સતત બેસી રહેવાની લાઈફસ્ટાઈલને કારણે યુવા વર્ગથી લઈને વડીલો સુધીના તમામ લોકોમાં કમર અને કરોડરજ્જુની તકલીફો ઘરઘરની કહાની બની ગઈ છે, ત્યારે મોટાભાગના દર્દીઓમાં ‘સર્જરી’ કે ‘ઓપરેશન’નો મોટો ડર જોવા મળતો હોય છે. આ જ ગ્રાઉન્ડ રિયાલિટી અને ભ્રમને તોડવા માટે ‘સ્પર્શ હોસ્પિટલ’ એક આશાનું નવું કિરણ બનીને આવી છે, જ્યાં ૯૦%થી વધુ ગંભીર સમસ્યાઓમાં કોઈ પણ મોટા ચીરા કે કાપકૂપ વગર માત્ર સાચી સલાહ, થેરાપી અને આધુનિક પદ્ધતિઓથી કાયમી મુક્તિ અપાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. સમયસર લીધેલો એક સાચો નિર્ણય અને નિષ્ણાત તબીબોનું સચોટ માર્ગદર્શન દર્દીને આજીવન પથારીવશ કે અસહ્ય પીડાથી બચાવી શકે છે, જે વડોદરાના આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com