Skip to main content

Geo Gujarat News

 ભરૂચ: એકતા દિવસની ઉજવણીમાં નબીપુર પોલીસનું અનોખું આયોજન, લુવારા એમિક્સ સ્કૂલના 100 જેટલા બાળકોએ શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું, પોલીસની કામગીરીથી થયા પરિચિત

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે લુવારા ગામની એમિક્સ સ્કૂલના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરીને નજીકથી નિહાળી હતી. મુલાકાત દરમિયાન પોલીસ વિભાગ દ્વારા દૈનિક કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને આ શસ્ત્રોની ઓળખ, ઉપયોગ અને તેની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો, તેમની જવાબદારીઓ અને ગુનાખોરી અટકાવવા સહિતની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વિશે પણ સમજણ આપવામાં આવી હતી.પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન બાળકોએ પોલીસની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી અને શસ્ત્ર પ્રદર્શનને ઉત્સુકતાપૂર્વક નિહાળ્યું હતું. પાઠ્યપુસ્તકના જ્ઞાનથી આગળ વધીને પોલીસ વિભાગની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવાની આ તક વિદ્યાર્થીઓ માટે જાણકારીપ્રદ બની હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. એકતા દિવસના અવસરે યોજાયેલ આ મુલાકાતથી બાળકોમાં પોલીસ વિભાગ અને તેની કામગીરી અંગે નવી સમજણ કેળવાઈ હતી.

Follow this link to join my WhatsApp group:https://chat.whatsapp.com/CBKEJbrs7zZ3abqChUsUyq?s=sw&p=a&mlu=4&ilr=4&iam=2

સલીમ કડુજી, નબીપુર

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!