Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: સ્ટેશન રોડ પર હોટલ રુચિના કિચનમાં ભીષણ આગથી અફરાતફરી, ગેસ લાઇન અને વીજ કનેક્શન બંધ કરાવી ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ..

અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી હોટલ રુચિના કિચનમાં અચાનક આગ ફાટી નીકળતાં હોટલના સ્ટાફ સહિત આસપાસના લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિચનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરતાં પહેલાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે હોટલની ગેસ લાઇન અને વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી તેના પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક અનુમાન મુજબ, કિચનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે. હોટલના કિચન જેવા સંવેદનશીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાએ ફાયર સેફ્ટી અને વીજ સુરક્ષાની વ્યવસ્થાઓ સામે પણ સવાલો ઊભા કર્યા છે. સદનસીબે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. હોટલ અને ખાણીપીણીનાં સ્થળોએ સુરક્ષાના નિયમોનું પાલન માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક વ્યવસ્થામાં પણ થાય તે જરૂરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!