ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બંને મહાનુભાવોની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને દેશની અખંડિતતા જાળવવાના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. જ્યારે ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આગેવાનોએ બંને મહાનુભાવોના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની પ્રગતિ માટે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com