Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લા જેલમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, અધિકારીઓ અને કર્મચારીઓએ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રની સુરક્ષાના શપથ લીધા, રન ફોર યુનિટીનું આયોજન કરાયું..

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા તેમજ તેને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે શપથ લીધા હતા.સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતાના આદર્શોને યાદ કરી સૌએ દેશની એકતા અને અખંડિતતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક કિલોમીટરની દોડ યોજાઈ હતી. જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પ્રયાસ સંસ્થા, ભરૂચના આશિષ બારોટ તેમજ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચના પરેશ મેવાડા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં સામાજિક સહભાગિતા અને સામૂહિક એકતાની ભાવનાને વધુ વેગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશની એકતા, બંધુત્વ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા જેલમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!