Skip to main content

Geo Gujarat News

ઝઘડિયા: ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રનિર્માણના યોગદાનને કરાયું સ્મરણ..

દેશની એકતા, અખંડિતતા અને અતૂટ રાષ્ટ્રીય ભાવનાના પ્રખર પ્રતીક એવા ભારતના લોખંડી પુરુષ અને પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબરના રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, સંઘર્ષ અને અખંડ ભારતના નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે પોલીસ સ્ટેશન ખાતે વિશેષ સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સમગ્ર પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમનું નિહાળ્યું હતું.સરદાર પટેલે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ, કુનેહભરી નેતાગીરી અને રાષ્ટ્રપ્રેમના બળે દેશી રજવાડાંઓને એકતાના તાંતણે બાંધી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન દેશસેવા, સમર્પણ, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. રાષ્ટ્રીય એકતા દિવસની આ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતાં સરદાર પટેલના વિચારો અને આદર્શોને આત્મસાત કરી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાની જવાબદારીનું સ્મરણ કરાવતી બની હતી. ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમના ભાવ સાથે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!