Skip to main content

Geo Gujarat News

કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

કચ્છ જિલ્લામાં વહેલી સવારે ધરતી ધ્રૂજતાં લોકોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ધોળાવીરા નજીક રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી આશરે 97 કિલોમીટર દૂર નોંધાયું હતું. રાત્રિના સમયે અચાનક ધરતીમાં કંપન અનુભવાતા લોકોમાં થોડીવાર માટે ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી અસર જોવા મળી નથી. ઉલ્લેખનીય છે કે કચ્છ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં નોંધાતા દરેક આંચકા પર લોકોની નજર રહેતી હોય છે. હાલની ઘટનામાં કોઈ નુકસાન ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!