Skip to main content

Geo Gujarat News

ભરૂચ-દહેજ માર્ગ પર અકસ્માતની ઘટના, હિંગલોટ નજીક ધસમસતું કન્ટેનર અચાનક પલટી જતાં અફરાતફરી, જાનહાનિ અંગે હજુ સ્પષ્ટતા નહીં..

ભરૂચ-દહેજ માર્ગ પર હિંગલોટ ગામ નજીક કન્ટેનર પલટી જવાની ઘટના સામે આવતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ચકચાર મચી ગઈ હતી. રસ્તા પર કન્ટેનર પલટી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, હિંગલોટ નજીક કન્ટેનર કોઈ કારણોસર અચાનક પલટી ગયું હતું. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે કોઈને ઈજા પહોંચી છે તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. કન્ટેનર પલટી જવાની ઘટનાને પગલે માર્ગ પર વાહનચાલકોમાં ચકચાર મચી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ભરૂચ-દહેજ જેવા વ્યસ્ત ઔદ્યોગિક માર્ગ પર વારંવાર સર્જાતી અકસ્માતની ઘટનાઓ વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!