અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના આદિત્યનગર વિસ્તારમાં કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો અને ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર DPMC ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી જતાં આગ વધુ પ્રસરતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
રહેણાંક વિસ્તારમાં વાહનમાં આગ લાગવાની આ ઘટનાએ વાહનોની સુરક્ષા અને આગ નિવારણના પગલાં અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. આગ લાગવાનું કારણ જાણવા તપાસ જરૂરી બની છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com