Skip to main content

Geo Gujarat News

આમોદ તાલુકા પંચાયત વિવાદ: મુખ્ય દરવાજે તાળું ને સ્લાઇડિંગ બારી કૂદીને શખ્સ ફરાર, ચિંતન પટેલે માંગ્યા CCTV ફૂટેજ!

ભરૂચ જિલ્લાની આમોદ તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર ગંભીર વિવાદો અને શંકાના ઘેરાવામાં આવી છે. ગત ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના અરસામાં કચેરી ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દરવાજે તાળું મારેલું હોવા છતાં કોઈ અજાણ્યો શખ્સ અંદરથી સ્લાઇડિંગ બારી કૂદીને નાસી છૂટતાં વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના સમયે તાલુકા વિકાસ અધિકારી (TDO) વિઝિટ પર હોવાનું જણાવાયું હતું, પરંતુ ઓફિસની અંદર પંખા અને એસી ચાલુ હોવાની સ્થિતિ વચ્ચે કોઈ અનધિકૃત વ્યક્તિની આ રહસ્યમય અવરજવરે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને રોષ ફેલાવ્યો છે.આ સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા અને બંધ બારણે ચાલી રહેલા વહીવટનો પર્દાફાશ કરવા માટે તાલુકા પંચાયતના સદસ્ય ચિંતન પટેલે RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ સંબંધિત સમયના CCTV ફૂટેજ સત્તાવાર રીતે માંગ્યા છે. સરકારી કચેરીઓમાં જો આ પ્રકારે દરવાજા બંધ રાખીને બારીએથી ભાગાભાગી થતી હોય, તો સામાન્ય પ્રજાના કામો પાર પાડવામાં કઈ રીતે ગેરરીતિઓ આચરવામાં આવતી હશે તે મોટો વિષય બન્યો છે. હવે તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે અને ફૂટેજમાં શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!