Skip to main content

Geo Gujarat News

આમોદમાં ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ડૉ. બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને સ્મરણાંજલિ આપવા ૨૬ નવેમ્બર ‘સંવિધાન ગૌરવ દિવસ’ નિમિત્તે આમોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાઓની સાફ-સફાઈ કરી ઘી, દૂધ, મધ, સાકર અને માં નર્મદાના પવિત્ર જળથી પંચામૃત અભિષેક કર્યો હતો તેમજ પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી, ત્યારબાદ તિલક મેદાન સ્થિત આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો પણ જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળનારી સંવિધાન ગૌરવ યાત્રામાં જંબુસર-આમોદ વિધાનસભા વિસ્તારના સૌ નાગરિકો અને સર્વ સમાજને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરતાં બંધારણના મૂલ્યો દ્વારા ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!