Geo Gujarat News

ભરુચ: 75 મા પ્રજાસત્તાક દિનની નબીપુરમાં ઉજવણી કરાઈ, સ્કૂલો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન કરાયું.

આજે સમગ્ર ભારત પોતાનો ૭૫ મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની શાનદાર અને રંગબેરંગી પ્રોગ્રામો સાથે ઉજવણી કરાઈ હતી. નબીપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ, ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ધ્વજ વંદન કરાયું હતું. સાથો સાથ ગામની વિવિધ શાળાઓ બુનિયાદી કુમારશાળા, કન્યાશાળા, હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા ધ્વજારોહણ કરી વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરેક સ્કૂલોમાં ધ્વજ વંદન પછી રંગબેરંગી અને સાંસ્કૃતિ કાર્યકર્મોનું આયોજન કરાયું હતું. વિવિધ સંસ્થાઓ નબીપુર મડ્રસા, નબીપુર સાર્વજનિક હોસ્પિટલ મા પણ ધ્વજ વંદન કરાયું હતું. મડ્રસા મા મડ્રસાના સ્ટાફ અને બાળકો દ્વારા અને નબીપુર હોસ્પિટલ ના ઓફિસ ઇન્ચાર્જ, સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. સાથોસાથ નબીપુર પોલીસ સરેશનમાં પણ નબીપુર પી.એસ.આઈ. અને સ્ટાફ ની હાજરીમાં ધ્વજારોહણ કરાયું હતું. સ્કૂલોમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લઈ આ પર્વની ઉજવણી કરાઈ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *