આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં L&T કંપનીના મેનેજર યતિનભાઇ દવે દ્વારા દફતર કીટ અને સ્વેટર વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની માહિતી આપતા ગામમાંથી L&T કંપનીમાં નોકરી કરવા જતા યુવાનો અરલીભાઇ તથા અજયભાઇ પાસેથી જાણકારી મળી હતી કે સુઠોદરા ગામમાં થઈને એક્સપ્રેસ હાઇવે નીકળે છે. જેમાં ગામના યુવાનો પણ નોકરી કરવા માટે જાય છે. શાળા અને શાળાના બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા શાળાના આચાર્યા રેખાબેને L&T કંપનીના મેનેજર યતીનભાઈ દવેનો સંપર્ક કંપનીમા નોકરી કરતા ગામના યુવાનો પાસેથી માહિતી મેળવી હતી. ત્યાર બાદ મેનેજરને શાળા મુલાકાતે બોલાવી શાળાના બાળકો અને શાળાનો ૫રિચય તેમને કરાવ્યો હતો, તેમજ શાળાના બાળકોના વિકાસ માટે યોગદાન આપવા વિનંતી કરી હતી. આ બાબતે મેનેજરે શાળાના બાળકો અને શાળાની પ્રવૃત્તિઓથી અને આચાર્યાની કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા હતા.જેના ભાગ રૂપે L&T કંપનીના મેનેજર યતીનભાઈ દવેએ દરેક બાળકને નોટ,ડાયરા, કંપાસ, સાથે દફતર કીટ તેમજ સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શાળા રમત ગમત માટે મંજુર થયેલ જમીનમાં વૃક્ષારો૫ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આચાર્યા રેખાબેને શાળા તેમજ બાળકો માટેની આ સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આ૫વા બદલ મેનેજરનો તેમજ ગામના યુવાનો અરલીભાઇ તથા અજયભાઇ આભાર વ્યકત કર્યો હતો.

યાસીન દિવાન – આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com