પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં આવેલ રાઇશ મીલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રીના અંધકારના સમયે અજાણ્યા ઇસમોએ ચાલુ વિજટ્રાન્સફોમરની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. વીજટ્રાન્સફોમરમાંથી એલ્યુમિનિયમ સહિત કિંમતી ઘાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઇ ગયા હતા. તેજ રાત્રીના રોજ કેલ્વીકુવા બેડોલી રોડ ઉપરથી પણ ચાલુ વીજપુરવઠાના ૬૦૦ મીટરથી વધુ વાયરોની ચોરી થઈ હતી. ત્યારબાદ કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ફરીવાર ૬૦૦ મીટરથી વધુ વીજપુરવઠાના વાયરોની ચોરી થતાં પંથકમાં ખળભરાટ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે,સતત બે દિવસમાં ૧૨૦૦ મીટરથી વધુ વીજપુરવઠાના વાયરો ચોરી થતાં તસ્કરો જાણે બેફામ બન્યા હોઈ તેમ લાગી રહ્યું છે. નેત્રંગ તાલુકાના ખેડોતોની સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે દિન-પ્રતિદિન હાલત ફકોડી બની રહી છે. ઘઉં-શેરડી જેવા કાળી મજુરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પુરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડુતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં દ.ગુજરાત વીજકંપની અને પોલીસતંત્ર સંકલન કરીને વીજપુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઇસમોને પકડી જેલભેગા કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com