અંકલેશ્વરમાં ગત 12 મી જાન્યુઆરી ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પ્રતિન ચોકડીથી રેલ્વે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ એકટીવા પાર્ક કરેલી જોવા મળતાં તેના ટાયરને લોક મારી દેવામાં આવ્યું હતું. એકટીવા ચાલકે દંડની રકમ ભરવાના બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યું હતું. અને ગાડી લઇ ચાલ્યો ગયો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. એકટીવાની નંબર પ્લેટ નહિ હોવાથી એકટીવા ચાલકને શોધવો પોલીસ માટે કપરૂ હતું પણ આખરે ગાર્ડન સિટી ખાતે રહેતા સુજીતસિંઘ રણબહાદુરસિંઘ રાઠોડ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ટ્રાફિકના પાઠ ભણાવી બે હાથ જોડી માફી માંગવી પુનઃ આવું નહિ કરવા માટે માફી મંગાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com