Geo Gujarat News

ભરુચ: ઝઘડિયા તાલુકાના કદવાલી ગામેથી દુકાન પાછળ સંતાડેલો 80 લિટર ડિઝલનો જથ્થો મળ્યો

ઝઘડિયા તાલુકાના કદવાલી ગામેથી એલસીબીએ 80 લિટર ડિઝલના જથ્થા સાથે યુવાનને ઝડપી પાડયો છે. છેલ્લા ઘણા સમયથી ઝઘડિયા તાલુકામાં ડિઝલ તથા બાયોડિઝલના સંદર્ભમાં તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં આવેલી કવોરી, રેતીની લીઝોના કારણે ડમ્પર અને મશીનરીઓ વધુ ચાલતી હોય છે ત્યારે ગેરકાયદે રીતે ડિઝલ તથા બાયોડિઝલ વેચતાં તત્વો પણ સક્રિય બન્યાં છે.એલસીબીની ટીમ ઝઘડિયા વિસ્તારમાં હતી તે સમયે કદવાલી ગામે મહેશ વસાવાની દુકાનની પાછળના ભાગે ડિઝલનો શંકાસ્પદ જથ્થો હોવાની માહિતી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દુકાનની પાછળના ભાગેથી 3 ડ્રમમાં રાખેલો ડિઝલનો જથ્થો મળ્યો હતો. 80 લિટર ડિઝલની કિમંત 7,360 રૂપિયા થવા જાય છે. હાલ તો પોલીસે મહેશ વસાવાની ધરપકડ કરી આ ડિઝલનો જથ્થો કયાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી છે. ઝઘડિયા વિસ્તારમાં એલસીબીની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેના કારણે સ્થાનિક પોલીસ પણ સતત દોડતી રહે છે . એલસીબી તાલુકામાંથી વિવિધ સ્થળોએથી દારૂ પણ ઝડપી રહી હોવાથી સ્થાનિક પોલીસની ચિંતા વધી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *