Geo Gujarat News

ભરૂચ: આરોગ્ય ધનવંતરી રથને એક વર્ષ પૂર્ણ થતા સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય રથના બધા સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પ્રોજેક્ટ મેનેજર ચેતન જાદવ 108 ના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહીને કેક કાપીને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે. જે પૈકી બંને આરોગ્ય રથ મળીને 45000 જેવી ઓપીડી એક વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *