Geo Gujarat News

ભરૂચ: જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનો શુભારંભ સાથે આતંરરાષ્ટ્રિય માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે માનનીય વડાપ્રધાનશ્રી નરેંદ્ર્ભાઈ મોદીજી દ્વારા પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારત ભરમાં બીનકુશળ/કુશળ હસ્ત કારીગરોને પધ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમનાં કૌશલ્યને વિકસીત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઉંચુ લાવી શકે તવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નકકી કરેલ જેમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચને દ્વારા વિવિધ પ્રકારનાં હુન્નર કરતા ભાઈ-બહેનોને પધ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ આજથી શરૂ કરવામાં આવેલ છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા યોજાનાર આ તાલીમનું આજરોજ શ્રી જે.બી.દવે નાયબ ઉદ્યોગ કમિશ્નરશ્રી જિલ્લા ઉદ્યોગ કેંદ્ર ભરૂચનાં શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચનાં સભ્ય શ્રીમતિ યોગીતાબેન રણા, જે.એસ.એસ ભરૂચના બોર્ડ મેમ્બર શ્રીમતિ ઈન્દિરાબેન રાજ તથા લીડ બેન્ક મેનેજરશ્રી જે.એસ.પરમાર ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ નિયામકશ્રી ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સંસ્થા દ્વારા તાલિમનો ટુકો પરિચય આપ્યો તથા પી.એમ. વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજુ કર્યો. પ્રધાનમંત્રી મોદીજીનાં સ્વપનને સિધ્ધ કરવા આપણે સૌ સહાયભૂત થઈએ એવી અભ્યર્થના સેવી આજનાં માતૃભાષા દિનની ઉજવણી અંતર્ગત તેને અનુરૂપ પ્રવચન આપી શ્રોતા જનોને પ્રસંગથી વાકેફ કર્યા હતા. સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાનો શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરાઈ તેમજ કિટ વિતરણ કરાઈ હતી.

અતિથી વિશેષ તરીકે શ્રીમતિ ઈન્દિરાબેન રાજે સરકારશ્રીનાં વિવિધ કાર્યક્રમો થકી જે સિધ્ધ હાંસલ કરેલ છે તે અભિનંદનને પાત્ર ગણાવી સરકારનાં સહયોગી થવા માટે ગર્વ સમાન ગણાવ્યુ. તાલુકા પંચાયતના શ્રીમતી યોગીતાબેન રણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકારશ્રી તરફથી મળતા લાભો, સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંઠા દાખવી. મુખ્ય મહેમાન પદેથી શ્રી જે.બી.દવે દ્વારા સરકારની વિવિધ યોજનાઓને સાકાર કરવા બદલ જન શિક્ષણ સંસ્થાનનાં વિશેષ કાર્યોને બિરદાવી ધન્યતા અનુભવી. અંતે લાઈવલી હૂડ કો-ઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન ક્ઠોલીયાએ આભાર દર્શન રજુ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્ર્મની સમાપ્તી કરવામાં આવી. સમગ્ર કાર્યક્ર્મનું સફળ સંચાલન શ્રીમતિ હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *