આમોદ શહેરના જંબુસર રોડ પર આવેલ હેરા ઇંગ્લિશ સ્કુલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઇ હતી. પ્રોગ્રામની શરૂઆત કુરાન શરીફની આયતોથી કરવામાં આવી હતી. હેરા સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા તૈયાર કરાવેલ ઇસ્લામિક એકજીબેસંન, સાયન્સ એકસિબેસંન, ફૂડ કોર્ટ, કલ્ચર કાર્યક્ર્મ, વગેરેનું સુંદરપ્રદર્શન કરેલ હતું. આ કાર્યક્રમને નિહાળવા માટે શહેરના આગેવાનો/ વડીલો/ નાના નાના બાળકો/ તેમજ વાલીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં આવતા google, facebook ,instagram, whatsapp વિગેરેથી થતા ફાયદા તેમજ નુકસાનની સમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ દેશભક્તિ અને સાંસ્કૃતિકના પ્રોગ્રામ પર રજૂ કરાયા હતા. સુંદર આયોજન કરેલ કાર્યક્રમના અંતે વિધાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે ઈનામનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

જ્યારે વાર્ષીક ઉત્સવની ઉજવણીમાં બાળકોમાં રહેલું નોલેજને વિકસિત કરી શકાય તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં રહેલું ટેલેન્ટ બહાર આવી શકે તે હેતુસર સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:યાસીન દિવાન – આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com