Geo Gujarat News

ઝઘડિયા: બલેશ્વર ગામ ખાતે ધો ૧૨થી કોલેજના છાત્રો માટે કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગે સેમિનારનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બેલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા આજરોજ ધોરણ 12 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે જી.એસ.ટી કમિશનર મનહરભાઈ વસાવા માર્ગદર્શન હેઠળ કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વસાવા સમાજના આજુ બાજુ વિસ્તાર માંથી વિદ્યાર્થી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આદિવાસી સમાજ ના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે બલેશ્વર ગામના ચંદ્રકાન્ત વસાવા દ્વારા અવર નવર સમાજના ઉત્થાન માટે સામજિક તેમજ શૈક્ષણિક ને લગતા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.GST કમિશનર મનહર ભાઈ વસાવા દ્વારા હાજર વિદ્યાર્થી ઓને પોતાની આપા વીતી જણાવી કઈ રીતી આગળ વધવું તેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમ મા ઈશ્વર ભાઈ વસાવા પૂર્વ પ્રમુખ વસાવા સમાજ તેમજ સૂર્યકાંત વસાવા કારોબારી સભ્ય વસાવા સમાજ ધર્મેશ વસાવા તેમજ નરેશ વસાવા, રામદેવ વસાવા ,મનસુખ વસાવા ,જશવંત વસાવા, મંગુ ભાઈ માસ્તર,મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાદર ખત્રી – ઝઘડિયા

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *